તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
તપોવન ફાઉન્ડેશન-જામનગર દ્વારા સર્વ જ્ઞાતિની મા-બાપ વિહોણી ૧૧ દિકરીઓના જાજરમાન 'કન્યાદાન લગ્નોત્સવ-૨'નું આયોજન

જામનગરમાં રાષ્ટ્રસેવિકા સમિતિનો સૌરાષ્ટ્ર પ્રાંતનો ૧૫ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ : જામનગર : રણજીત નગર વિસ્તારમાં આવેલ લેઉવા પટેલ સમાજના કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ શિક્ષા વર્ગ ૧૫ દિવસ માટે પ્રારંભ થયો છે. આ વર્ગમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ૧૦૦ જેટલી બહેનો ભાગ લઈ રહી છે. આ વર્ગમાં બહેનો સ્વરક્ષિત બની પ્રવર્તમાન સમયમાં બૌદ્ધિક પાત્રતા કેળવે અને સ્વયં શિસ્તના પાઠ ભણીને રાષ્ટ્રીય ચેતના અંગે જાગૃત બનાવવા પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ વર્ગમાં ખાસ યોગ, કરાટે, દંડ, યસ્તી સહિતની વિવિધ રમતો અને ઉપયોગી માર્ગદર્શન તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ વર્ગ દરમિયાન રાષ્ટ્ર સેવિકા સમિતિના અખિલ ભારતીય સેવા પ્રમુખ સંધ્યાબેન ટીપરે, અતિથિ વિશેષ તરીકે દિલ્હી યુનિવર્સિટી બોર્ડ ઓફ ગવર્નન્સના ચેર પર્સન તેમજ પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, ગુજરાત ક્ષેત્રના કાર્યવાહીકા રાજેશ્રીબેન જાની, પ્રાંત કાર્યવાહીકા નીતાબેન જાની અને વિવિધ હોદ્દેદારો, મહાનુભાવો ઉપસ્થિત રહી આ વર્ગનો પ્રારંભ કરાવ્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
