તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ગોંડલના ગુંદાસરા ગામે ભાયાણી પરિવારનો ચામુંડા માતાજીનો માંડવો
શુક્ર-શનિ બે દિવસ કાર્યક્રમોઃ ભાવિકોને લાભ લેવા અનુરોધ

રાજકોટ : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં આવેલ ભાયાણી પરિવારના સુરાપુરા પુરા દાદાના સ્થાનકે શ્રી ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું આયોજન તા. ૧૭ ના શુક્રવારે થયું છે.
આ પ્રસંગે સવારે શુભ ચોઘડીયે, માતાજીની થાંભલી રોપવાનું તેમજ સવારે ૯ વાગે માતાજીના સામૈયા અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદ તેમજ તા. ૪ ને શનીવારે સવારે શુભ ચોઘડીયે માતાજીની થાંભલી વધાવાનું મુહુર્ત રાખેલ છે. આ શુભ પ્રસંગમાં કરના રાવળદેવ શ્રી જયદીપભાઇ કુવાડવા વાળા ડાકની રમઝટ બોલાવશે.
સમસ્ત ભાયાણી પરિવારના સાત મઢના ભુવાઓને એકી સાથે બેસાડી શ્રી ચામુંડા માતાજીની લોબડી ઓઢાડવાનું આયોજન કરેલ છે.
સમસ્ત ભાયાણી પરિવાર દ્વારા દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ અપાયું છે.
આ કાર્યમાં રવિ ભાયાણી, કલ્પેશ ભાયાણી, દયાળજીભાઇ ભાયાણી, દિનેશભાઇ ભાયાણી (શાપર) મનીષભાઇ ભાયાણી, દિનેશભાઇ ભાયાણી (રાજકોટ) તથા દર્શન ભાયાણી, વિમલ ભાયાણી, ઉમેશભાઇ ભાયાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
