<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અમરેલીમાં જોરદાર પવન : હોર્ડિંગ્સ પણ ઉડી ગયા

કેરીયાનાગસમાં કરા પડ્યા : ભાવનગરના વડોદ ગામમાં નદીઓ વહી : બોટાદના ગઢડા પંથકમાં મીની વાવાઝોડું રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં પલટો : ધોમધખતા તાપ સાથે વાદળછાયું વાતાવરણ

રાજકોટ તા.૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આજે બપોરે ધોમધખતા તાપ સાથે વાદળછાયું  વાતાવરણ છવાઈ ગયું છે તેમ છતાં અસહ્ય ઉકળાટ યથાવત છે.

      અમરેલીના પ્રતિનિધિ અરવિંદભાઈ નિર્મળના જણાવ્યા મુજબ આજે બપોરે અમરેલીમાં જોરદાર પવન ફૂકાઈ રહ્યો છે.ભારે પવનના કારણે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પણ ઉડી ગયા છે. અમરેલી થી છ સાત કિલોમીટર દૂર આવેલ કેરીયાનાગસમાં કરા પડ્યા છે. જેના કારણે રસ્તા ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું છે                ભાવનગરના પ્રતિનિધિ મેઘના વિપુલ હિરાણી ના જણાવ્યા મુજબ ભાવનગરના ઉમરાળા તાલુકાના વડોદ ગામમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ચોમાસાની જેમ નદીઓ વહી હતી બોટાદ બીજાને ગઢડા પંથકમાં મીની વાવાઝોડું ફૂકાયું હતું. જેના કારણે લોકોમાં ભય પ્રસરી ગયો હતો. ચોમાસાની જેમ ભારે પવન ફૂંકાયો હતો.

(4:44 PM IST)