<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ધોરાજીમાં દારૂના નશામાં ઘરે આવીને મંદિરમાંથી છરી લઇને પોતાને જ ઝીંકી દઇ આપઘાત

મારે મરી જવુ છે... એમ બે -ત્રણ દિવસથી કહેતો તો : મૃતકના પિતા જેન્‍તીભાઇનું નિવેદન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૧૩:  રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આજે દારૂના નશામાં ઘરે આવીને માતાજીના મઢમાંથી છરી લઇને પોતાને જ ઝીંકી દઇને યુવકે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આ અંગે મૃતકના પિતા જેન્‍તીભાઇએ જણાવ્‍યું હતું કે તેના પુત્રના મોતના કારણ અંગે કોઇ ખબર નથી પરંતુ બે-ત્રણ દિવસથી ‘‘મારે મરી જવું છે '' તેમ કહેતો હતો અને આજે આપઘાત  કરી લેતા ધોરાજી હોસ્‍પિટલમાં ખસેડતા તેનું મૃત્‍યુ નિપજયું હતું. ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:36 PM IST)