<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મોરબી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો : ધૂળની ડમરી ઉડી:સજનપરમાં વરસાદ:મોરબીમાં છાંટા ચાલુ

અચાનક ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકવાનું શરુ થયું હતું અને ધૂળની ડમરી ઉડી હતી જેથી મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા અચાનક ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારમાં તા. ૧૨ થી ૧૬ દરમિયાન વરસાદની આગાહી કરી હતી જે આગાહી મુજબ આજે સાંજના સુમારે મોરબીમાં ઓચિંતું વાતાવરણ પલટાયું હતું સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયા બાદ ધૂળની ડમરી ઉડવા લાગી હતી ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા ટંકારાના સજનપર ગામે વરસાદી ઝાપટું વરસ્યું હતું.

(6:47 PM IST)