તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મોરબીમાં ભારે પવન ફુંકાતા અમુક સિરામિક કારખાનામાં શેડના પતરા ઉડ્યા.
સિરામિક ઝોનમાં તેજ પવનની આંધીથી ધૂળની ડમરીઓ ઊડી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આજે સોમવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટા સાથે તેજ પવનની આંધી ફૂકાઇ હતી. અને અમુક વિસ્તારોમા વરસાદ પણ પડ્યો હતો. મોરબીનાં સિરામિક ઝોનમાં વાવાઝોડા સમાન તેજ પવનની આંધીથી અમુક સિરામિક કંપનીના શેડના પતરા ઊડી ગયા હતા.
આ આંધીમાં નવાગામ રોડ પર આવેલી પેપર મિલના શેડના પતરા ઉડ્યા હતા. તેમજ માટેલ રોડ, સરતાનપર રોડ, પાનેલી રોડ, હળવદ રોડ સહિતના સિરામિક ઝોનમાં તેજ પવન ફુંકાવાનાં કારણે અમુક કારખાનામાં પતરા ઉડયાનાં સમાચાર મળી રહ્યા છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
