<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ગોંડલ યાર્ડમાં 15573 બોક્સ કેસર કેરીની આવક: 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 1650 રૂપિયા : સૌથી ઊંચો ભાવ 2300 સુધી પહોંચ્યો

હાફૂસ, રાજાપુરી, કેસર અને બદામ મળીને કુલ 17,772 બોક્સ કેરીની આવકમાં સૌથી વધારે 15573 બોક્સ કેસર કેરીની આવક:ગઈકાલે યાર્ડમાં 19828 કેસર કેરીના બોક્સની આવક હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ, રાજાપુરી, કેસર અને બદામ મળીને કુલ 17,772 બોક્સ કેરીની આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે 15573 બોક્સ કેસર કેરીની આવક રહી હતી. ગઈકાલે યાર્ડમાં 19828 કેસર કેરીના બોક્સની આવક રહી હતી.

  ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 1650 રૂપિયા રહ્યો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 2300 સુધી પહોંચ્યો હતો.

  હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 1600 થી 2000 રૂપિયા બોલાયો હતો.જેમાં સૌથી ઊંચો ભાવ 2400 સુધી પહોંચ્યો હતો.

  બદામ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 700 થી 850 રૂપિયા બોલાયો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 1000 સુધી પહોંચ્યો હતો.

 રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 600 થી 750 રૂપિયા બોલાયો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 900 સુધી પહોંચ્યો હતો.

 ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 15573 બોક્સની આવક થઈ હતી.

  • હાફુસ કેરીના 1222 બોક્સની આવક થઈ હતી.
  • રાજાપુરી કેરીના 277 બોક્સ કેરીની આવક થઈ હતી.
  • બદામ કેરીના 959 બોક્સ કેરીની આવક થઈ હતી

(10:18 PM IST)