<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

જસદણના વિરનગરમાં વાડીમાં બાંધેલી બે ગાયો પર વિઝળી પડતા બન્ને ગાયોના મોત

દુધની ડેરી પાસેનાં ગેટ પર વિજળી પડી જોકે કોઈ જાન હાની નહીં : જસદણ પંથકમાં વરસાદના ઝાપટા પડતા લોકોને ગરમીમાં રાહત

રાજકોટ : આજે બપોર બાદ સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે કેટલાય સ્થળોએ વરસાદ વરસ્યો હતો,ભારે પવન અને ગાજવીજ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે તેવામાં જસદણના વિરાનગરમાં બે ગાયો પર વીજળી ત્રાટકતા બંને ગાયોના મોત થયા છે

   જસદણ પંથકમાં સાંજના સમયએ વાતાવરણ પલ્ટો આવ્યો હતો ભર ઉનાળે વરસાદી વાતાવરણ બંધાયુ હતુદરમિયાન વીરનગર બાબુભાઈ રાદડીયાની વાડીમાં બાંધેલ બે ગાય પર વીજળી પડતાં બને ગાયોના મૃત્યુ નિપજ્યા હતા તેમજ દુધની ડેરી પાસેનાં ગેટ પર વિજળી પડી હતી જોકે કોઈ જાન હાની થઈ ન હતી

જસદણ પંથકમાં કમોસમી વરસાદના અમી છાંટણા થતા વાતાવરણમાંથી બફારામાં લોકોને રાહત મળી હતી

(11:27 PM IST)