<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મોરબીમાં નાગનાથ શેરી પાસે પીપળો ધરાશાયી થયો, વીજળી ગુલ

નાગનાથ શેરી અને દરબાર ગઢ રોડ પર પીપળો ધરાશાયી થતા શેરીઓ બંધ થઇ ગઈ વીજળીના તાર પણ તૂટી જતા વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો

 ( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં સાંજથી ભારે પવન અને વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે. ત્યારે નાગનાથ શેરી અને દરબાર ગઢ રોડ પર પીપળો ધરાશાયી થતા શેરીઓ બંધ થઇ ગઈ છે. આ સાથે ત્યાં વીજળીના તાર પણ તૂટી જતા વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો છે.

(12:53 AM IST)