<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

મોરબીમાં અડધો કલાકમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ.

મોરબી સામાંકાંઠે 8 મિમી, ટંકારામાં 5 મિમી, માળિયામાં 9 મિમી અને વાંકાનેરમાં 18 મિમી વરસાદ નોંધાયો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં અડધો જ કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલ માહિતી પ્રમાણે મોરબી સામાંકાંઠે 8 મિમી, ટંકારામાં 5 મિમી, માળિયામાં 9 મિમી અને વાંકાનેરમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભરઉનાળે આજે મોરબી જિલ્લામાં ચોમાસા માફક મેઘરાજાએ સટાસટી બોલાવતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા છે.

(12:55 AM IST)