<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ગજબ કેવાય!! મોરબીમાં ખાટલો હવામાં ઉડી વીજ વાયર ઉપર ફસાઈ ગયો.

પંચાસર રોડ ઉપર એક ખાટલો હવામાં ઉડી વીજ વાયરમાં ફસાયો હોવાનો વિચિત્ર બનાવ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આજે વાવાઝોડાના કારણે અનેક વસ્તુઓ હવામાં ઊડતી નજરે પડી હતી. ત્યારે પંચાસર રોડ ઉપર એક ખાટલો હવામાં ઉડી વીજ વાયરમાં ફસાયો હોવાનો વિચિત્ર બનાવ પણ બન્યો છે.


મોરબીના પંચાસર રોડ ઉપર ભારે પવનના કારણે છત ઉપર મુકેલો ખાટલો હવામાં ઉડી ગયો હતો. આ ખાટલો બાદમાં નીચે આવ્યો પણ વીજ વાયર ઉપર તેનો પાયો ફસાઈ જતા લટકતો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને સ્થાનિકો પણ અચરજમાં મુકાઈ ગયા છે.

(12:58 AM IST)