News of Tuesday, 14th May 2024
ગોંડલ પંથકમાં ધુળની ડમરી સાથે પવન ફુંકાયોઃ હળવા ઝાપટાં વરસ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૪: દિવસભરની અસહ્ય ગરમી અને તડકા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવતા ધુળની ડમરી સાથે ભારે પવન ફુંકાયો હતો. વિજળી નાં કડાકા ભડાકા વચ્ચે ગોંડલ વાસાવડ પાંચીયાવદર ખરેડા સેમળા સહિત હળવા ઝાપટાં વરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ગત રાત્રે દશ કલાકે મીની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયુ હતુ. ભારે પવન ફુંકાયો હતો.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
