<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સાવરકુંડલામાં કડાકા - ભડાકા સાથે અઢી ઇંચ વરસાદ

મોડી રાત્રીના પવન સાથે વરસાદ તૂટી પડયો : જાનહાની કે નુકસાન નથી : ગરમીમાં રાહત : કેરીના પાકને નુકસાન

તસ્‍વીરમાં સાવરકુંડલામાં પડેલ વરસાદ તથા અંધારપટ નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : દિપક પાંધી - ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(દિપક પાંધી) સાવરકુંડલા તા. ૧૪ : સાવરકુંડલા ખાતે ગઈકાલે રાત્રે ૧૦.૩૦ વાગ્‍યાથી અચાનક જ આકાશમાં ઘનઘોર વાદળાચડી આવ્‍યા હતા અને સુપડા ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ સાથે જ વીજળીના કડાકા ભડાકા પણ થતા હોય સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તોકતે વાવાઝોડાની યાદ શહેરીજનોને આવી ગઈ હતી ભારે પવન વીજળીના કડાકા ભડાકા અને વરસાદના પગલે લાઈટ ગુલ થઈ જતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતા.ે ૧૦.૩૦થી ૧૨ વાગ્‍યા સુધીમાં દોઢ કલાકમાં મામલતદાર કચેરી ખાતે અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્‍યો છે મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં કોઈ જગ્‍યાએ નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભારે વરસાદથી વાતાવરણ ટાઢુંબોળ થઈ જતા આકરી ગરમી સહન કરતા શહેરીજનોને ગરમીમાં રાહત મળી હતી.

પાકને નુકસાન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા : ઉનાળાની કાળઝાળ ગરબી વચ્‍ચે એકાએક વાતાવરણમાં પલ્‍ટો આવતા રાત્રે દસ વાગ્‍યા કલાકે વાવાઝોડું પવન અને  વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્‍યો હતો. આ કમોસમી વરસાદ જાણે આજથી ચોમાસુ બેસવાની શરૂઆત થઈ ગઈ હોય એ રીતે વરસાદ વરસ્‍યો હતો. એક બાજુ સમય વરસાદથી ખેડૂતોને તેમના પાકને વ્‍યાપક નુકસાન થઈ રહ્યું છે તો બીજી બાજુ કેરીના બગીચા વાળાઓને કેરીને પણ લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે આથી આ ગરમીના વાતાવરણમાં વરસાદથી લોકોને રાહત તો મળી પરંતુ સાથે ખેડૂતો અને અન્‍યને પણ નુકસાન થયાનું  લોકોનું માનવું છે.

કભી ગમ તો કભી ખુશી જેવું માહોલ સર્જાયો કાળઝાળ ગરમી અને  ૪૩ ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્‍યારે એકા એક વરસાદ વરસતા લોકોને ઠંડા વાતાવરણનો અહેસાસ તો થયો તો બીજી બાજુ ખેડુતો ને તેમના ઉનાળુ ઘઉંના  પાક ને  તેમજ બીજું અન્‍ય પાકને વ્‍યાપક નુકશાન તેમજ કેરીના બગીચાવાળાને કેરીને પણ લાખો રૂપિયાનું નુકશાન થયેલ હતું.

(11:53 AM IST)