તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th May 2024
પોરબંદર પાસે ટ્રેકટર પલટી મારી જતા પુત્રનું મૃત્યુઃ પિતાને ગંભીર ઇજા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: નજીકના મજીવાણા ગામ રોડ ઉપર ટ્રેકટર પલ્ટી મારી જતાં ટ્રેકટરમાં બેઠેલા પુત્રનું પિતાની નજર સામે મૃત્યુ થયું હતું. અને પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે.
આ અકસ્માતની બગવદર પોલીસ સ્ટેશનમાં સુનીલભાઇ તુલસીભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે મજીવાણા પાસે ટ્રેકટર જીજે-૨૪-જે-૨૮૬૭ ના ચાલક બાલાભાઇ ઉર્ફે બાલુ ભીમાભાઇએ સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતાં ટ્રેકટર રોડ નીચે ઉતરીને પલટી મારી જતાં ટ્રેકટરમાં બેઠેલા તેના નાનાભાઇ સંજયનું માથામાં ઇજા બાદ મૃત્યુ થયેલ છે. આ ટ્રેકટરમાં બેઠેલા તેમના પિતા તુલસીભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે. આ અકસ્માતથી વધુ તપાસ બગવદરના પીએસઆઇ એ.એસ. બારા ચલાવી રહયાં છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
