<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

મોરબીમાં ચોમાસું નજીક છતાં પ્રી મોન્સૂન કામગીરી ન કરનાર પાલિકાના સ્ટાફ સામે કાર્યવાહીની માંગ.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેકટરને પત્ર લખ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ચોમાસાની ઋતુ નજીક છે છતાં હજુ સુધી મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન સંબંધિત કામગીરી કરવામાં આવી નથી જેથી પાલિકાના બેદરકાર સ્ટાફ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ પ્રમુખે કલેકટરને પત્ર લખ્યો છે.

    મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કલેકટરને પત્ર લખી જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે જોકે ચાલુ વર્ષે ચોમાસું નજીક હોવા છતાં પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે રાજાશાહી વખતના વોકળાની સફાઈ કરી નથી અને દબાણો હટાવવા માટે લેશમાત્ર કામગીરી કરવામાં આવી નથી દર વર્ષે ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાતા હોય અને ગંદકી જોવા મળતી હોય છે.
    તેમજ અનેક સ્થળોએ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવતા હોય જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ રહે છે જેથી આવી ઘોર બેદરકારી દાખવનાર મોરબી પાલિકાના અધિકારી અને કર્મચારીઓ સામે આકરા પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે વોકળાની તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે અને દબાણો હોય તેને તોડી પાડવા પણ માંગ કરવામાં આવી છે


 

(12:35 AM IST)