News of Wednesday, 15th May 2024
મોરબી: બાગાયતની યોજનાઓ માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી હોય તેવા બાગાયતદાર ખેડૂતો જોગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર (અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો દિન-૫ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં.૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦, મોરબીના સરનામે અચુક રજૂ કરવા જણાવવામાં આવે છે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
