<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

મોરબી: માળિયાના મોવરટીંબામાં પાણીનો નિકાલ ન થવાથી રસ્તો બંધ.

જાગૃત નાગરિક દ્વારા મામલતદારને રજુઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા નગરપાલિકાના મોવરટીંબા વિસ્તારમાં પાણીનો નિકાલ ન થવાથી રસ્તો બંધ થઈ ગયો હોય આ મામલે જાગૃત નાગરિક દ્વારા મામલતદારને રજુઆત પણ કરવામાં આવી છે.


આ અંગે મુસ્તાકભાઈ મોવરે જણાવ્યું છે કે મોવરટીંબા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. અહીં મિઠાના પારા ઉંચા હોવાથી પાણી દરિયામાં જઈ શકતું નથી. પરિણામે રસ્તા ઉપરથી પાણી જઈ રહ્યું છે.



 

(12:38 AM IST)