<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

મોરબીમાં આગામી શનિવાર-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી પરિવાર અને સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર તેમજ સ્વ. રેશ્માબેન, સ્વ. રીતેશ દોશી મોરબી તરફથી હસ્તે મેહુલ પ્રફુલભાઈ દોશીના સહયોગથી આગામી શનિવાર અને રવિવારે બે દિવસીય નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

   તારીખ ૧૮ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૧૯ ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાક સુધી શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ ૩, નવાડેલા રોડ મોરબી ખાતે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે.
   કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો ૯૫૩૭૦ ૯૯૨૧૯ પર અગાઉ નોંધાવવા જણાવ્યું છે અને તપાસ માટે આવવા સમયે પોતાના કેશ પેપર્સ સાથે રાખવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે.

(1:04 AM IST)