<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ભાવનગરમાં છરીની અણીએ રૂ. અડધા લાખની લૂંટ

ખાતાવાળો છુ... થેલીમાં શુ છે ? તેમ કહીને રોકડ લઇને નાશી છૂટયો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬ : ભાવનગર શહેરના યશવંતરાય નાટયગ્રહ પાછળના ભાગે પસાર થતાં યુવાનને છરી બતાવી ધમકી આપી રૂપિયા અડધા લાખની લૂંટ ચલાવી આરોપી બાઇક લઇ નાસી છૂટયા નો બનાવ બનવા પામ્‍યો છે.

વિગત એવી છે કે કુલદીપ ગંગારામ ચૌહાણ (મુળ રહે.ઉત્તરપ્રદેશ, હાલ રહે, મોતીતળાવ વિસ્‍તારમાં ભાડાના મકાનમાં)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે તથા તેનો ભાઇ શીવકુમાર પીઓપીનું કામ કરે છે અને ગઇકાલે તેને પીઓપીની કામગીરી પેટે  પ્રેમનાથભાઇએ રૂા.૫૦૦ના દરના બે બંડલ (એક લાખ) આપ્‍યા હતા, જેમાંથી રૂા.૫૦,૦૦૦ની રોકડ રકમ તેના ખિસ્‍સામાં હતી. સાંજના સમયે ફરિયાદી અને તેનો ભાઇ યશવંતરાય નાટયગળહની પાછળના રોડ પરથી ટાંકી પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્‍યારે સાડા સાત વાગે ૧૮ થી ૨૦ વર્ષનો એક યુવક બાઇક પર આવ્‍યો હતો.

આ શખ્‍સે ‘ ખાતા વાળો છુ ' તેમ જણાવી તમારી થેલીમાં શુ છે ? તેમ પુછતા ફરિયાદીએ થેલીમાં બકાલુ છે તેમ જણાવતા બાઇક ચાલક શખ્‍સે અચાનક જ છરી કાઢી હતી અને તમારી પાસે જે કંઇ હોય તે આપી દેવાનું જણાવતા ફરિયાદીના ગળે છરી મુકી દેતા ફરિયાદી અને તેનો ભાઇ ગભરાઇ ગયા હતા અને ફરિયાદીએ પેન્‍ટના ખિસ્‍સામાંથી રૂા.૫૦,૦૦૦ની રોકડ હતી તે ફરિયાદીને આપી દીધી હતી. ત્‍યાર બાદ આ શખ્‍સે તને પોલીસ સ્‍ટેશન લઇ જવાનો છે તેમ જણાવી ફરિયાદીને બાઇક પર બેસાડ્‍યો હતો.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 AM IST)