<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

રવની ડબલ મર્ડરના આરોપીઓની ધરપકડ માટે તજવીજ

ક્રાઇમ બ્રાંચને મહત્‍વની સફળતા : એસપી હર્ષદ મહેતા બ્રીફ કરશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૬ : વંથલીના રવની ગામની બેવડી હત્‍યાના આરોપીઓની ધરપકડ માટે એલસીબીએ તજવીજ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્‍ચને મળેલી સફળતા અંગે એસપી હર્ષદ મહેતા બ્રીફ કરશે.

ગત તા. ૧૦ મે શુક્રવારની રાત્રે વંથલી નજીકના રવની ગામનાં રફીક આમદ સાંધ અને તેના પુત્ર જાહિલની ફાયરિંગથી હત્‍યા કરીને ઝાંપોદડ ગામના રહીમ ઉર્ફે ખુરી ઇસા સાંધ સહિત ૭ શખ્‍સો નાસી છુટયા હતા.ᅠ

અગાઉ થયેલી હત્‍યાના મનદુઃખથી કરાયેલ પિતા, પુત્રની હત્‍યાના બનાવની તપાસ

મંગળવારે એસપી હર્ષદ મહેતા દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્‍ચને સોંપવામાં આવતા પીઆઈ જે. જે. પટેલ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓ રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ, રવની ગામના જુમા હબીબ સાંધ, હનીફ ઇસ્‍માઈલભાઈ, અબ્‍દુલ ઉર્ફે અબલો ઈબ્રાહીમભાઇ, ઈસ્‍માઈલ ઇબ્રાહીમભાઇ, પોલાભાઈ યુસુફભાઈ અને રવની ગામના હુસેન અલારખા સાંધની ધરપકડ માટે કમર કસી હતી.ᅠ

આરોપીઓ પૈકી અમુક પરપ્રાંતમાં નાસી ગયા હોવાની શંકાના આધારે એલસીબીએ હત્‍યારાઓ સુધી પહોંચી મહત્‍વની સફળતા હાંસલ કરી હોવાનું જાણવા મળેલ છે.

(12:07 PM IST)