<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જેતપુરમાં ભર ઉનાળે વરસાદી માહોલ ઠેરઠેર પાણી ભરાયાઃ જેટકોના સબ સ્‍ટેશન પર વિજળી પડી

આનંદ મેળાના મંડપ - બોર્ડ ઉખડી ગયા

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૬ : શહેરમાં સવારથી જ અસહય ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં આગાહીના પગલે પલટો આવતા એકાએક કાળા ડીંબાગ વાદળો છવાય ગયા હતા. થોડી જ વારમાં વીજળીના કડાકા ભડાકા અને વંટોળીયા સાથે વરસાદ તુટી પડતા લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા. કમોસમી વરસાદ હોય છતાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસી જતાં લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. સરદાર ચોક વિસ્‍તારમાં વેકેસનમાં બાળકોના આનંદ માટે યોજાયેલ ફનફેરના મંડપ તેમજ બોડ ઉખડી ગયા હતા. ઉપરાંત જેટકોના સબ સ્‍ટેશન ઉપર વિજળી પડતાં શહેરમાં મોટાભાગના વિસ્‍તારોમાં અંધારપટ છવાયો હતો. પીજીવીસીએલની ટીમે તુરત જ કાર્યવાહી કરી વીજપુરવઠો પુર્વવત શરૂ કર્યો હતો.

(1:57 PM IST)