<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કુવાડવામાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રની બાજુમાં જાહેર શોૈચાલયમાં ગંદકીના ગંજઃ અનેક રજૂઆતો થઇ પણ પરિણામ શુન્‍ય

શોૈચાલયમાં દારૂની કોથળીઓની રેલમછેલઃ મહિલા શોૈચાલય પણ બંધઃ લોકોમાં રોષ

રાજકોટઃ કુવાડવા ગામમાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર-રેફરલ હોસ્‍પિટલની બાજુમાં જ જાહેર શોૈચાલય હોઇ અહિ ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે. આ કારણે દવા લેવા આવતાં દર્દીઓ વધુ બિમાર પડી જાય તેવી હાલત છે. બામણબોરથી બાબુલાલ ડાભીએ આ ગંદકીના દ્રશ્‍યોને કેમેરે કંડારી તસ્‍વીરો મોકલીને જણાવ્‍યું હતું કે કુવાડવા ગામમાં માત્ર એક જાહેર શોૈચાલય છે પરંતુ તેમાં નિયમીત સફાઇ ન થતી હોઇ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. અહિ શોૈચાલયમાં દેશી દારૂની ખાલી કોથળીઓ પણ પડી હોય છે. આસપાસના લોકોએ તથા અન્‍ય સંબંધીતોએ     અનેક રજૂઆતો કરી છે પરંતુ ગંદકી દૂર થતી નથી. બીજી તરફ મહિલાઓ માટેનું શોૈચાલય બંધ હાલતમાં છે. આ મામલે સત્‍વરે યોગ્‍ય કરી પ્રજાની તકલીફ દૂર કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

(3:03 PM IST)