તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 17th May 2024
જામનગરના ચકચારી હારુન પાલેજાંની હત્યાનો અંતિમ 15માં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
15માં આરોપી અસગર જુસબ સાયચાને પણ પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો

જામનગરના બેડી વિસ્તારમાં બે મહિના અગાઉ જાણીતા ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના નેતા હારૂન પલેજાની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી. જ્યારે આ હત્યાના ગુન્હામાં જામનગર પોલીસે 15 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સીટની ટીમની રચના કરવામાં આવી હતી. એક પછી એક કરીને સમયાંતરે 14 જેટલા આરોપીઓને અગાઉ જામનગર પોલીસે ઝડપી પાડ્યા બાદ આ કેસના અંતિમ અને 15માં આરોપી અસગર જુસબ સાયચાને પણ પોલીસે ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
