<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મોરબીમાં અડધો ઇંચ-ટંકારામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો, ટંકારા આઈટીઆઈમાં નુકશાન.

મોરબી શહેર તેમજ સામાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો:આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હવામાન વિભાગ દ્વારા તા. ૧૬ સુધીની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અગાઉ ૧૩ તારીખે કમોસમી વરસાદ બાદ બે દિવસ વરસાદના વિરામ બાદ આજે ફરીથી મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં મોરબીમાં અડધો ઇંચ અને ટંકારામાં ધોધમાર સવા ઇંચ વરસાદ વરસ્યો હતો તો ટંકારા આઈટીઆઈમાં નુકશાન થવા પામ્યું છે.

મોરબી શહેરમાં બપોરે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને પવન સાથે વરસાદ શરુ થયો હતો મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય પંથકમાં અને ટંકારામાં પણ વરસાદ વરસ્યો હતો માત્ર બપોરે ૨ કલાકમાં મોરબીમાં ૧૦ મીમી અને ટંકારામાં ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો મોરબી શહેર તેમજ સામાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો
ટંકારામાં ભારે પવન અને વરસાદને કારણે ITI માં નુકશાન.
ટંકારા પંથકમાં આજે ભારે પવન અને વરસાદને કારણે આઈટીઆઈમાં નુકશાન થવા પામ્યું હતું
આઈટીઆઈ પર લગાવેલ સોલાર પેનલમાં ભારે નુકશાન જોવા મળ્યું હતું સાથે જ આસપાસના વૃક્ષો પડી ગયા હતા.

(12:26 AM IST)