<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મોરબીના ઉમિયા આશ્રમે પાટોત્સવ નિમિતે આનંદનો ગરબો અને સુંદરકાંડ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ માં ઉમિયા માતાજી મંદિર ખાતે શ્રી રામ લક્ષ્મણ જાનકીજી પાટોત્સવ નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

  જેમાં તા. ૨૧ ને મંગળવારે પાટોત્સવ નિમિતે સાંજે ૪ કલાકે આનંદનો ગરબો અને મારુતિ સુંદર કંદ મહિલા મંડળ પ્રમુખ રમાબેન દ્વારા રાખેલ છે તેમજ સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે જે ધાર્મિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે

(12:42 AM IST)