News of Friday, 17th May 2024
માવઠા બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ શરૂ
સવારથી જ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ : બપોરના સમયે ધોમધખતા તાપથી રસ્તાઓ સુમસામ

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠુ વરસ્યા બાદ હવે આકરો તાપ શરૂ થતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે.
આજે સવારથી અસહ્ય ઉકળાટ થતા લોકો ગરમીમાં પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
સવારે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ લોકો આકરા તાપથી દાઝી રહ્યા છે.
બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે જતા અસહ્ય ગરમી પડે છે. અને રસ્તાઓ સુમસામ થઇ જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯, મહતમ તાપમાન ૩૯.૮, ભેજનું પ્રમાણ ૮૪%, પવનની ગતિ ૧ર.૬ કિ.મી. રહી હતી.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
