<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

વરસાદના કારણે કેરીના ભાવ ગગડ્યા:અમદાવાદની હોલસેલ માર્કેટમાં 600થી 900 રૂપિયાનો ભાવ થયો !

વરસાદે કેરીનું નુકસાન કર્યું :ભાવ પણ 25થી 30 ટકા ઘટી ગયા

અમદાવાદ: મે મહિના કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળમાં આવતી કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યો છે. વરસાદના કારણે કેરીના ભાવ ગગડ્યા છે. અમદાવાદની બજારોમાં કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હોલસેલ માર્કેટમાં 600થી 900 રૂપિયાનો ભાવ થઇ ગયો છે. નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો થયો છે. સાથે જ વરસાદના કારણે કેરી બગડવાનો ડર છે

   નરોડા ફ્રુટ માર્કેટના પ્રમુખ લક્ષ્મણભાઈ રોહરાએ જણાવ્યું કે, વરસાદે કેરીનું નુકસાન કર્યું છે. ભાવ પણ 25થી 30 ટકા ઘટી ગયા છે. અમદાવાદમાં 10 કિલો સારી કેસર કેરી 1000થી 1300 રૂપિયા વેચાતી હતી. તે હવે વધુમાં વધુ 600થી 900 રૂપિયામાં વેચાય છે. એટલે ભાવ ઘટ્યા છે.

   કમોસમી વરસાદની અસર કેરી માર્કેટ પર પડી છે. નરોડા ફ્રુટ માર્કેટમાં કેરીની આવકમાં વધારો થયો છે. આજે 20 જેટલા ટ્રકો નરોડા ફ્રુટ માર્કેટ પહોંચ્યા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરથી કેરી માર્કેટમાં પહોંચી છે. કમોસમી વરસાદને કારણે કેરી બગડવાનો ડર છે. પાકને નુકશાન થવાની શક્યતાને લઈ કેરી સસ્તી થઈ છે.

  તોફાની વરસાદે કચ્છમાં પણ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા કચ્છની કેરી પર મોટો ખતરો આવી પડ્યો છે. નખત્રાણાના વિભાપરમાં કેસર કેરીના પાકને નુકશાન થયું છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીનો પાક ખરી પડ્યો છે. પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેટલાય આંબા ધરાશાયી થઈ ગયા છે.

(12:03 AM IST)