<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ગોંડલ યાર્ડમાં 23, 581 બોક્સ કેરીની બમ્પર આવક; 10 કિલો બોક્સનો ભાવ 1000થી 2200 રૂપિયા બોલાયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે 23, 581 બોક્સ કેરીની આવક થઈ હતી. તેમાં સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. ગઈકાલે 25931 બોક્સની આવક થઈ હતી.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000થી 2200 રૂપિયા બોલાયો હતો.બદામ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 800થી 1200 રૂપિયા બોલાયો હતો.

રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 800થી 900 રૂપિયા બોલાયો હતો.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 22790 બોક્સની આવક થઈ હતી.

રાજાપુરી કેરીના 293 બોક્સ કેરીની આવક થઈ હતી.બદામ કેરીના 498 બોક્સ કેરીની આવક થઈ હતી.

(7:17 PM IST)