<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબીમાં ઠેર ઠેર લગાવેલ હોડીંગ્સ ચોમાસા પૂર્વે હટાવવા સામાજિક કાર્યકરની માંગ.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરમાં તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી અને ચોમાસું પણ નજીક છે ત્યારે મોરબી શહેરમાં લગાવેલ જાહેરાતના મોટા હોડીંગ્સ તાત્કાલિક ધોરણે હટાવવા માટે સમજી કાર્યકરે માંગ કરી છે.

   મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડિયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઈ બ્લોચ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેકટર, ધારાસભ્ય અને પાલિકાના વહીવટદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરના શનાળા રોડ, નવા અને જુના બસ સ્ટેન્ડ પાસે તેમજ સામાકાંઠા વિસ્તાર, મયુર પુલ સહિતના સ્થળોએ મોટા જાહેરાતના હોડીંગ્સ આવેલ છે તે દુર કરવા તેમજ મુખ્ય બજારમાં રવાપર રોડ, વાવડી રોડ મેઈન હાઈવે પર હોડીંગ્સ તાત્કાલિક ઉતારી લેવા જરૂરી છે વરસાદ કે વાવાઝોડા સમયે જાહેરાત હોડીંગ્સ તૂટી પડે તો મોટી જાનહાની થાય તે પૂર્વે જ હોડીંગ્સ હટાવી લેવામાં આવે તે માટે માંગ કરી છે.

(10:25 PM IST)