<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

મોરબી : લગ્નમાં ગરબા રમવા બાબતે પત્ની સાથે બોલાચાલી : સાસુ-પાટલાસાસુ સાથે મારામારી કરી ધમકી આપી

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના પીપળી ગામે સાળીના લગ્નમાં પત્ની સાથે ગરબા રમવા બાબત પતિએ બોલાચાલી કરી હતી અને બાદમાં સાસુ તેમજ પાટલા સાસુ સમજાવવા જતા ઝઘડો કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

   મોરબીના વનાળીયા ગામે રહેતા હેતલબેન શૈલેષભાઈ વાઘેલાએ આરોપી મનોજભાઈ રાણાભાઇ પરમાર રહે ગાંધીનગર અને જીતેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી હેતલબેન અને તેના પતિ નાની બહેન પુજાના લગ્ન હોવાથી માતાના ઘરે પીપળી ગયા હતા પુજાના લગ્ન હોવાથી બહેન શિવાની જેને લવ મેરેજ કરેલ હોય તે અને તેના પતિ મનોજ પરમાર, તેના બનેવી જીતેન્દ્રભાઈ અને અન્ય સગાઓ આવ્યા હતા બહેન પુજાના લગ્ન હોવાથી રાસ ગરબા રમતા હતા ત્યારે બહેન શિવાનીના પતિ મનોજે બહેનને હાકલ મારી બોલાવી તેને આપેલ ઉતારે મહેશભાઈ કલાભાઈ સોલંકીના ઘરે લઇ ગયા હતા અને થોડીવાર બાદ બહેન આવતા ફરિયાદી હેતલબેન અને માતા અમીતાબેન બંને ત્યાં જતા બનેવી મનોજ પરમાર અને તેની સાથે આવેલ તેના બનેવી જીતેન્દ્રભાઈ ત્યાં હાજર હતા.
   બનેવી મનોજ પરમાર શિવાની સાથે રાસ ગરબા રમવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેથી સમજાવવા જતા આરોપીએ ફરીઅડી અને તેની માતાને ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરી ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને પ્રસંગમાં દેકારો થતા મહેમાન આવી જતા બંને ત્યાંથી જતા રહ્યા હતા આમ ફરિયાદીના બનેવી મનોજ પરમાર ગરબા રમવા બાબતે બહેન સાથે ઝઘડો કરતા હોય જેથી પાટલા સાસુ અને સાસુ સમજાવવા જતા આરોપી બનેવી અને તેના બનેવી બંનેએ ઝઘડો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(10:54 PM IST)