તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ભાવનગરમાં કેરી નદીના ચેકડેમમાં ડૂબી જતા કિશોરનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : ભાવનગર જિલ્લાના વલભીપુરમાં જલાલપર ગામના કેરી નદીના ચેક ડેમમાં નાહવા પડેલા પરેશ અરવિંદભાઈ સોલંકી ઉ.વ.૧૫ નામના કિશોરનું ડૂબી જતા કરુણ મોત નિપજ્યું છે. આ ચેક ડેમમાં તાજેતરમાં જ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમમાંથી પાણી ભરવામાં આવ્યું હતું.
ચેકડેમમાં ડૂબી જતા કિશોરનો મળતદેહ ભારે જહેમત પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવથી નાના એવા ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
