<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કચ્‍છના ગાગોદર ગામે ૨૫ વર્ષીય યુવકનું હૃદય થંભી ગયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : યુવા વયે હ્રદયરોગના વધી રહેલા કિસ્‍સાએ વધુ એક આશાસ્‍પદ જિંદગીનો ભોગ લીધો હતો. કચ્‍છના રાપર તા.ના ગાગોદર ગામે સુથારી કામ કરતાં ૨૫ વર્ષીય યુવાન દિનેશ માવજી સુથાર રાત્રે પરિવાર સાથે બેસી વાતચીત કરતા કરતા એકાએક ઢળી પડ્‍યો હતો. આ યુવાન માટે હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો.

(10:48 AM IST)