<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કચ્‍છના માંડવી બીચથી ફરીને પરત ફરતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્‍માત : રાજકોટના યુવાનનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : કચ્‍છના માંડવી બીચથી ફરીને ઈકો કારમાં પરત ફરી રહેલ બ્રાહ્મણ પરિવારની કારનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવતાં કાર રસ્‍તા ઉપર ઊભેલી ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્‍માતમાં કાર ચાલકે જીવ ગુમાવ્‍યો હતો.

આ અંગે કચ્‍છના રાપર તા.ના ચિત્રોડ ગામના ભારતીબેન યોગેશ જોશીએ લખાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ ભચાઉ તા.ના જુના કટારીયા ગામે રહેતાં તેમના ભાઈ હસમુખ ત્રિવેદીની ઈકો કારમાં અન્‍ય સબંધીઓ અને બાળકો સાથે માંડવી બીચ ઉપર ફરવા ગયા હતા. ત્‍યાંથી પરત ફરતી વખતે કાર ચાલક હસમુખ ત્રિવેદી ઝડપથી કાર ચલાવી રહ્યા હતા ત્‍યારે એકાએક તેમની ઈકો કારનું ટાયર ફાટતાં કાર રસ્‍તા ઉપર ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી.

જેના કારણે સર્જાયેલ અકસ્‍માતમાં કારમાં બેઠેલા રાજકોટના ભરતભાઈ રસિક જોશી (ઊં.૩૭, મનહરનગર, રાજકોટ)ને ગંભીર ઈજાઓ થતાં નું મોત નીપજયું હતું. જયારે અન્‍યોને સામાન્‍ય ઈજાઓ થઈ હતી. કારમાં ચારેક પરિવારના મળી અંદાજે ૧૨ જણાં સવાર હતા. પોલીસે કાર ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:48 AM IST)