<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

અભ્‍યારણમાં ધિંગાણુ કરનાર ૧૬ આરોપીઓના ૭ દિ'ના પોલીસ રિમાન્‍ડ : વન વિભાગે અજ્ઞાત શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો નોંધતા આશ્ચર્ય

એકને ભડાકે દેવાયો : આરોપીઓ પાસેથી બંદૂકો ન મળી : ૧૦ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : સુરેન્‍દ્રનગર અને કચ્‍છ વચ્‍ચે આવેલા ઘુડખર અભ્‍યારણમાં મીઠાના પ્‍લોટ બાબતે થયેલ ધિંગાણાંએ સરકાર અને સ્‍થાનિક તંત્ર સામે સવાલો સર્જયા છે. ફિલ્‍મી ઢબે ચાર ગાડીઓમાં આવેલા ૧૭ જેટલા શખ્‍સોએ ઘાતક હથિયારો સાથે બંદૂકના ભડાકાઓ કર્યા હતા. આ બનાવમાં એક જણનું ગોળીની ઇજાઓથી રાજકોટ સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. અંતે ૧૭ જણ સામે પોલીસ ફરિયાદ થઈ.

કચ્‍છથી માંડી સમગ્ર રાજયમાં ચકચાર સર્જનાર આ બનાવ સોમવારે બન્‍યો પોલીસે આ ઘટનામાં ચોથે દિવસે શુક્રવારે ૧૬ આરોપીઓ ઝડપ્‍યા તેમના ૭ દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા. કુલ ૧૭ આરોપીઓ પૈકી ૧૬ ઝડપાયા, ૪ વાહનો અન્‍ય હથિયારો ઝડપાયા જોકે, ૩ બંદૂકો ઝડપાઈ નથી. હવે, આ વિસ્‍તાર ઘુડખર માટે રક્ષિત અભ્‍યારણ વિસ્‍તાર હોઈ વન તંત્ર સામે સવાલો શરૂ થયા હતા.

રક્ષિત વિસ્‍તારમાં મીઠાના પ્‍લોટ અને કારખાના કેમ ધમધમે છે? ચર્ચાના કારણે હરકતમાં આવેલ વન તંત્રે અંતે કાર્યવાહી.પણ આરંભી અને અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો પણ નોંધ્‍યો. જોકે, ફરિયાદ માં બન્ને પક્ષોની ઓળખ થઈ ચૂકી છે. જે પોલીસ ચોપડે છે. તો ગુનો અજાણ્‍યા શખસો સામે કેમ? સરકારની કામગીરી કાયદો અને વ્‍યવસ્‍થાના મુદ્દે ચર્ચામાં છે.

(10:49 AM IST)