<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

લોધીકા સેવા સહકારી મંડળી લી. વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યની ચુંટણીમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ કમાણી વિજેતા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૦ : લોધીકા સેવા સહકારી મંડળી પ્રમુખ વલ્લભભાઈ પીપળીયાની આગેવાનીમાં વ્‍યવસ્‍થાપક સમિતિની ૨૦૨૪ની ચુંટણી યોજાઈ તેમાં નાના શ્રિમત ખેડુત ની ૧૬ વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યો હતા તેમાં ૧૫ સભ્‍યો બિનહરીફ જાહેર થયેલ એક સભ્‍ય મુકેશ કમાણી તેમજ હાર્દિક વસોયા વચ્‍ચે ચુંટણી જંગ હતો તેમાં લોધીકા છાપરા નાધુ  પીપળીયા ગામનાં ૧૦૩૭ ખેડૂત સભાસદો નું મતદાન હતું. જેમાં ૮૩૭ મતો પડતા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ કમાણી ને ૪૯૮ મત તેમજ તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ પ્રમુખ કિશોરભાઈ વસોયાના ભત્રિજા હાર્દિક  વસોયા ને ૩૨૭ મત મળેલ

જેમાં નાના શ્રિમત ખેડુત પેનલના મુકેશ કમાણી હાર્દિક વસોયા સાથે ૧૭૧ મતની સરસાઇથી વિજેતા જાહેર થયેલ તેમજ લોધીકા સેવા સહકારી મંડળી લી.ની આ વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યો છેલ્લા ૧૫ વર્ષ થી બિનહરીફ ચુટાય આવેલ છે.

(11:41 AM IST)