તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ તડકાથી જનજીવન ભારે પ્રભાવિત
મહતમ તાપમાનનો પારો ૪૪, ડિગ્રીને પાર થઇ જતા આખો દિવસ અસહ્ય ઉકળાટ

ભાવનગરમાં સુમસામ રસ્તા નજરે પડે છે.
(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
રાજકોટ, તા. ર૦ : રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે બપોરના સમયે રસતાઓ સુમસામ થઇ જાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : હીટવેવની અસરથી છેલ્લા ચાર દિવસથી જુનાગઢ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઉચકાયો છે રવિવારે સોરઠ પ્રદેશમાં ૪૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તેને લઈને રવિવારનો દિવસ સૌથી વધુ ગરમ રહ્યો હતો.
હજુ આગામી ચાર દિવસ ગરમીનો કોપ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગરમ સૂકા પવનની અસરથી વહેલી સવારથી ગરમીનું જોર વધી રહ્યું છે અને બપોર થતાની સાથે જ અગન જવાળાઓ જમીન તરફ આવતી હોય તાપમાન સતત ઉંચે જઈ રહ્યું છે.
રવિવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૪.૧ ડિગ્રી રહ્યા બાદ રાત્રીનું તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું હતું. જેને લઇ આખી રાત્રી ગરમી રહ્યા બાદ સવારનું લઘુતમ તાપમાન ૨૮.૫ ડિગ્રી નોંધાયું હતું.
ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ વધ્યું થઈ જતા ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. સવારથી ૮.૨ કિલોમીટરની ઝડપે ગરમ હોવાનું ફુકાતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
બપોરે અગ્નિ પરીક્ષાને લઈને રસ્તાઓ અને બજારોમાં સ્વયંભૂ કરફયુનો માહોલ છવાઈ જાય છે. જેને લઈને ધંધા રોજગાર, વેપારને પણ ભારે અસર થઈ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૬, મહતમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૮૧%, પવનની ગતિ ૧૬.૬ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે સિઝનની સૌથી મહત્તમ ગરમી નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આજે રવિવારે રજા નો દિવસ હોવા છતાં જ લોકો અગન વર્ષા ને કારણે ગ ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. ગરમીની જનજીવન ઉપર ભારે અસર દેખાઈ હતી. ગરમીને કારણે રસ્તાઓ સુમસાન ભાસતા હતા.
ભાવનગર શહેરમાં આજે સીઝન ન હાઈએસ્ટ ગરમી ૪૪ . ૬ ડિગ્રી નોંધાય છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે આજનું લઘુત્તમ તાપમાન ૨૯.૦ ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨હ્યું છે જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
