<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ચરાડવામાં શ્રી મહાકાળી માતાજીનો પાટોત્‍સવ પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં ઉજવાશે

૩૦ને ગુરૂવારે સવારે યજ્ઞનો પ્રારંભ, બપોરે મહાપ્રસાદ અને સાંજે બીડુ હોમ તથા રાત્રે ડાક ડમ્‍મરની જમાવટ

રાજકોટ તા. ર૦ :.. ભાવિકોના આસ્‍થાના પ્રતિક ચરાડવાનાં શ્રી મહાકાળી માતાજીનો ૧પ મો પાટોત્‍સવ પૂ. સંતશ્રી દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં  તા. ૩૦ ને ગુરૂવારે ઉજવાશે.

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી માતાજી આશ્રમે ગુરૂવર્ય પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ છે.

જે અંતર્ગત મહાકાળી માતાજીની અસી કૃપાથી મહાકાળી આશ્રમનાં સાનિધ્‍યમાં ચરાડવા મુકામે શ્રી ભગવતી મહાકાળી માતાજી મંદિરનો પંદરમો પાટોત્‍સવનું ભવ્‍ય આયોજન સંવત ર૦૮૦, વૈશાખ વદ-૭, ગુરૂવાર તા. ૩૦-પ-ર૦ર૪ ના રોજ કરેલ છે. આ ધાર્મિક પ્રસંગેમાં ભગવતીના દર્શન કરવા તથા આર્શિવાદના સહભાગી બનવા આમંત્રણ પાઠવાયું છે.

પાટોત્‍સવમાં યજ્ઞ પ્રારંભ તા. ૩૦-પ-ર૦ર૪ ગુરૂવારે સવારે ૮-૦૦ કલાકે, મહાપ્રસાદ તા. ૩૦-પ-ર૦ર૪ ગુરૂવારે બપોરે ૧ર-૦૦ કલાકે, બીડુ હોમવાનો સમય તા. ૩૦-પ-ર૦ર૪ ગુરૂવાર સાંજે ૪ કલાકે યોજાશે.

ડાક ડમ્‍મરનો કાર્યક્રમ તા. ૩૦-પ ગુરૂવારે  રાત્રે ૧૦ કલાકે યોજાશે.

ભાવિકોને લાભ લેવા પ.પૂ. દયાનંદગીરીજી મહારાજ, પરમ શિષ્‍ય અમરગીરીજી મહારાજ તથા સેવક સમુદાય દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(11:53 AM IST)