તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
નમકીનના પેકેટ ઉપર લખેલા વજનથી ઓછું વજન નિકળ્યું : ગોંડલના વેપારીએ ફરિયાદ કરી

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ,તા.૨૦ : ગોંડલ શહેર ખાતે રહેતા ધંધો કરતા વેપારી ભવ્યશ કુમાર વિનોદરાય ઢોલે રાજકોટ સ્થિત બાલાજી વેફર્સ પ્રા.લી.ની ગોંડલમાં બાલાજીની ડીલરશીપ જે વજન લખેલ હોય તે કરતા ઓછા વજનની ખાધ વસ્તુ ઓછી નીકળેલ છે તેવી ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટ માં કરેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ શહેર ખાતે યોગી પાન એન્ડ કોલ્ડ્રિકસ બાલાજી વેફર્સની ડીલરશીપ ગોંડલ અને બાલાજી વેફર્સ પ્રા.લી. વિરૂધ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરેલ છે ગોંડલની ડીલરશીપ બાલાજીની તમામ પ્રોડક્ટ વેચાણ થાય છે પરંતુ અમુક ૧૦ની બાલાજી વેફર્સ અને કંચેક્સના પેકેટ ઉપર કંપની દ્વારા જે નિયત કરેલ વજન લખેલ હોય છે તેના કરતાં ખાદ્ય પદાર્થ ઓછો હોય છે.
આથી ભવ્યેશભાઈ ઢોલે ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરેલ છે ભવ્યેશભાઈ વધુમાં જણાવ્યું છે કે બાલાજી વેફર્સમાં તમામ પ્રોડક્ટના પેકેટ ઉપર કંપની દ્વારા નિયત કરેલ વજન લખેલ હોય છે અને જે તે વસ્તુ કેટલા પ્રમાણમાં પેકેટમાં હોવી જોઈએ પરંતુ બાલાજીની પ્રોડક્ટસમાં વેફર્સ અને કંચેકસ ના જે રૂપિયા ૧૦ ના પેકેજ આવે છે તેમાં નિયત વજન કરતા વસ્તુ નીકળતી નથી તેથી તેમણે ગ્રાહક હકનો ઉપયોગ કરી કોર્ટમાં યોગી પાન એન્ડ કોલ્ડ્રિસ્ત તેમજ ગોંડલ ખાતે બાલાજી ડીલરશીપ અને બાલાજી વેફર પ્રા.લી. વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે તેનો કેસ નંબર સીસી/૪૭૮/૨૦૨૪ થી તા.૧૪/૫/૨૦૨૪ રોજ ફરીયાદ દાખલ કરી પોતાના હક્ક માં ચુકાદાની માંગ કરી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
