તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
દ્વારકા સંકિર્તન મંદિરની મુલાકાતે પૂ. કનકેશ્વરી દેવીજી : રામધુન બોલાવી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા.૨૦ : છેલ્લા ૫૫ વર્ષ થી જ્યા અખંડ હરિનામ લેવાય છે. તે સંકીર્તન મંદિર દ્વારકા માં ગઈ સાંજે પ્રખ્યાત કથાકાર શ્રી પ.પૂ.કનકેશ્વરી દેવી જી એ મુલાકાત લઈ સંકીર્તન કર્યા હતા
દ્વારકા માં છેલ્લા૫૫ વર્ષ થી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત સંકીર્તન મંદિર જ્યાં દિવસ રાત શ્રી રામ જય રામ જય જય રામ નામનો મહામંત્રનો જાપ અખંડ ચાલુ છે.ત્યાં ભગવાન શ્રી રામ નાં દર્શને આજે પ્રખાયત કથાકાર એવાશ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પુ.માં કનકેશ્વરી દેવીજી પધાર્યા હતા. અને પોતે સંકીર્તન કરતા શ્રી રામ જય રામ જય જય રામ ની ધૂન બોલાવી ભગવાન શ્રી રામ નાં દર્શન કર્યા હતા અને મંદિર નાં ટ્રસ્ટી ઓ એ કનકેશ્વરી માતાજી નું સ્વાગત કર્યું હતું. માતાજી એ જણાવ્યું હતું કે દ્વારકા માં બૅજ્ સ્થળ એવા છે ત્યાં સહુ એ આવું જોઈએ.એક જગત મંદિર અને બીજું આ સંકીર્તન મંદિર જ્યા તેર વખત સંકીર્તન કરવું જોઈએ. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
