તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
પ્રશ્નાવડાના દંપતીનું કચ્છ ખાતે અકસ્માતમાં મળત્યુ થતા આખું ગામ હીબકે ચડયું : ગાર્ડ ઓફ ઓનર અપાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: ગીર સોમનાથ જીલ્લાના પ્રશ્નાવાડા ગામના પ્રોબેશનલ એ.એસ.આઈ તથા તેના પતિનું કચ્છમાં ટ્રકની હડફેટે મળત્યુ થતા બંન્નેના મળતદેહ ગામમાં આવતા આખું ગામ હીબકે ચડયું હતું અંતિમયાત્રામાં ગાર્ડ ઓફ ઓર્નર અપાયું હતું પ્રશ્નાવડા સહીતના આજુ બાજુના ગામો પણ સ્વયભું બંધ રહેલ હતા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા.
ગીર સોનાથ જીલ્લાના પ્રશ્નાવડા ગામે રહેતા અને પ્રોબેશનલ મહિલા એ.એસ.આઈ વૈશાલીબેન નરેન્દ્રભાઈ રાઠોડ તથા તેના પતિ હિમરભાઈ રામાભાઈ જાદવ કબરાઉ મોગલધામ ના દર્શન કરી એકટીવામાં પરત ફરતા હતા ત્યારે ટ્રકે હડફેટે લેતા બન્નેનું અકસ્માત મા મત્યુ થયેલ હતું.
૩ મહીના પહેલા લગ્ન થયેલ હતા તેમનું અકસ્માતમાં મળત્યુ થવાના સમાચારો પ્રશ્નાવડા ગામમાં મળતા ભારે શોક નો માહોલ ફેલાયેલ હતો બંન્નેના મળતદેહ આવી પહોચતા આખું ગામ હીબકે ચડેલ હતું સવારે અંતિમયાત્રા વખતે તેમના નિવાસ સ્થાને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અપાયા હતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો જોડાયેલ હતા પ્રશ્નાવડા, લોઢવા સહીત આજ બાજના ગામો સ્વયંભુ બંધ રહેલ હતા આ કરૂણ ઘટનાથી નાનકડા એવા પ્રશ્નાવડા ગામમાં અનેક ઘરોમાં રસોય પણ બનેલ ન હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
