તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
પોરબંદર સીમમાં ૨ સ્થળોએ ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર દરોડાઃ ટ્રેકટરો સહિત કરોડનો મુદામાલ જપ્ત

પોરબંદર તા.૨૦: તાલુકાની પાતા અને બળેજ સીમમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ ત્રાટકીને ટ્રેકટરો પથ્થર કટીંગના મશીનો સહિત કુલ ૧ કરોડનો મુદામાલ જપ્ત કરેલ છે.
કલેકટરશ્રી પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે પાતા તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી જેમાં સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા સ્થળ ઉપર દરોડા પાડતા કુલ-૨ ટ્રેકટર તથા કુલ-૩ પથ્થર કટીંગ ચકરડી મશીન, તથા કુલ-૧ જનરેટર સહિતનો મુદ્દામાલ જત્પ જપ્ત કરવામાં આવેલ છે. બળેજ તા.જી.પોરબંદરના સીમ વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળો પરથી આવા ગેરકાયદેસર ચાલતા ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારી ખરાબામાં તદ્દન ગેરકાયદેસર ચાલતા બે અલગ-અલગ સ્થળો ઉપર દરોડા પાડતા કુલ-૧૧ પથ્થર કટીંગ ચકરડી મશીન, ૨- ટ્રેકટર, ૧-ર્ટ્ક, ૧-જનરેટર સહિતનો મુદ્દામાલ જ્પ્ત કરવામાં આવેલ છે. તેમજ પ્રાંત અધિકારીશ્રી પોરબંદરની દેખરેખ હેઠળ મામલતદારશ્રી પોરબંદર ગ્રામ્ય તથા તેમની ટીમ દ્વારા તા.૦૨/૦૫/૨૦૨૪ના રોજ ખાંભોદર તા.જી.પોરબંદર કોબલીય સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા માટીના ખનન કાર્યને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તદન ગેરકાયદેસર ચાલતા મટીના ખનનના સ્થળ પર દરોડા પાડતા મોજેઃ ખાંભોદર ખાતેથી કુલ-૧ હિટાચી મશીન તથા ૨- ટ્રેકટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
તમામ મુદ્દામાલ મળીને અંદાજે રકમ રૂ. ૯૦, લાખથી થી રૂ.૧, કરોડનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોંપવામાં આવેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવળતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટરે યાદીમાં જણાવાયું છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
