<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

પોરબંદરમાં હીટવેવ અને રવિવારની રજામાં સરકારી કચેરીનું ઉત્‍કૃષ્‍ટ કાર્ય

આવકના દાખલા-જાતિ પ્રમાણપત્ર તાત્‍કાલીક કાઢી અપાયાઃ છાશ અને ઠંડા પાણીનું વિતરણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૦ : ઉનાળાની કાળઝાળ ગરમી અને રવિવારની રજામાં કુતિયાણા અને રાણાવાવની મામલતદાર કચેરીઓનો જનસેવા વિભાગ ચાલુ રાખીને વિદ્યાર્થીઓને શાળા - કોલેજોમા એડમીશન માટે જરૂર માટેના જાતિ પ્રમાણપત્ર આવકના દાખલા તથા અન્‍ય દાખલા તાત્‍કાલીક કાઢી આપ્‍યા હતા. જેને લોકોએ બિરદાવેલ.

કુતિયાણા અને રાણાવાવ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્‍દ્ર ચાલુ રાખી  અરજદારોના દાખલા કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. કુતીયાણા અને રાણાવાવ મામલતદાર કચેરી ખાતે તા.૧૯ રવિવારના રોજ જનસેવા કેન્‍દ્ર ચાલુ રાખીને અરજદારોના આવકનાદાખલા જાતિ અને નોન ક્રીમીલેયરના દાખલા કાઢવાની કામગીરી  કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉનાળા હિટ વેવમાં ધ્‍યાનમાં રાખીને અરજદારોને છાશ અને ઠંડુ પાણીનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ.

(12:29 PM IST)