<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસના ટાઇમિંગમાં ફેરફાર : મુંબઇ સેન્‍ટ્રલને બદલે દાદરથી ઊપડશે : ત્‍યાં જ ટર્મિનેટ થશે

આગામી સૂચના સુધી ટર્મિનલને કામચલાઉ ધોરણે મુંબઇ સેન્‍ટ્રલથી દાદર બદલવામાં આવી રહ્યું છે

ટ્રેન-નંબર ૧૯૦૧૫/૧૬ સૌરાષ્ટ્ર એક્‍સપ્રેસના ઓરિજિનેટિંગ/ટર્મિનેટિંગ સ્‍ટેશનને દાદર સ્‍ટેશન પર બદલવામાં આવી રહ્યું છે. આગામી સૂચના સુધી ટર્મિનલને કામચલાઉ ધોરણે મુંબઈ સેન્‍ટ્રલથી દાદર બદલવામાં આવી રહ્યું છે. વેસ્‍ટર્ન રેલવેના ચીફ પબ્‍લિક રિલેશન્‍સ ઓ ફિસર સુમિત ઠાકુરે કહ્યું હતું કે ‘આ ટ્રેનના ટર્મિનલમાં ફેરફારને કારણે ટ્રેનના સમયમાં પણ સુધારો કરવામાં આવ્‍યો છે. એથી ટ્રેન-નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્‍સપ્રેસ દાદરથી ૯.૩૦ વાગ્‍યે ઊપડશે. આ ફેરફાર બાવીસમી મેથી અમલમાં આવશે. ટ્રેન-નંબર ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્‍સપ્રેસ દાદર ખાતે ૧૯.૨૦ વાગ્‍યે ટર્મિનેટ થશે. અન્‍ય હોલ્‍ટના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.'

(12:33 PM IST)