તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
રાષ્ટ્ર સેવા માટે આર્મીમાં જવા થનગનતા વિસાવદરના આશાસ્પદ કડીયા યુવાનનું અકસ્માતમાં મૃત્યુ
મોટર સાયકલ પર પિતાને વાડીએ ભાત દેવા જઈ રહ્યો હતો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રસ્તામાં જ અકાળે મોત : ગેડીયા પરિવારના વ્હાલસોયા એકના એક જુવાનજોધ દિકરાના મળત્યુથી હૈયાફાટ રૂદન : ઘેરો શોક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૦ : રાષ્ટ્રની સેવા માટે આર્મીમાં જવા થનગનતા વિસાવદરના આશાસ્પદ કડીયા યુવાનનુ વાહન અકસ્માતમા મળત્યુ નિપજતા સમગ્ર વિસાવદર પંથકમાં ઘેરો શોકની લાગણી છવાઈ છે. કડીયા કુંભાર જ્ઞાતિના ગેડીયા પરિવારના વ્હાલસોયા એકના એક જુવાનજોધ દિકરા જેનિલ લાલજીભાઈ ગેડીયા (ઉ.વ.૧૭)નુ વાહન અકસ્માતમા મળત્યુથી હૈયાફાટ રૂદનથી કરૂણતાભર્યા દ્રશ્યો સર્જાયા છે.
વિસાવદરના હનુમાન પરા વિસ્તારમા રહેતા અને ખેતીકામ કરતા કડીયા કુંભાર લાલજીભાઈ ભીખુભાઈ ગેડીયાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, હું મારા પરીવાર સાથે વિસાવદરમા હનુમાન પરામાં રહું છું અને ખેતી કામ કરી મારુ તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ અને સંતાનમા એક દીકરો તથા એક દીકરી જેમાં મોટો દીકરો જેનીલ ઉં.વ ૧૭ નો છે તથા તેનાથી નાની દીકરી પ્રિયાંશી ઉ.વ.૧૨ની છે.કાલે બપોરના સમયે સાડા બારેક વાગ્યે હું માણંદિયા રોડ ઉપર મંડોરીયા પાસે આવેલ મારી વાડીએ હાજર હતો અને મારો દીકરો જેનીલ મને ટિફિન દેવા માટે આવવાનો હોય, જે સાડા બાર થવા છતા ન આવતા મેં મારા ઘરે મારી પત્ની સોનલને ફોન કરી જેનીલ ટીફીન દેવા માટે નીકળેલ છે કે કેમ..? તે બાબતે પુછતા મારા પત્નીએ જણાવેલ કે, હમણાં જ આપણી સામેની શેરીમાં રહેતા મનસુખભાઈ કાનજીભાઈ રાઠોડ આપણા ઘરે આવેલ હતા અને તેમણે જણાવેલ છે કે, તમારા પુત્ર જેનીલનુ મંડોરીયા રોડ ઉપર દાદુબાપાની વોકળાથી આગળ એકસીડન્ટ થયેલ છે અને તેને ૧૦૮ મારફતે વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે રવાના થયેલ છે તેમ મારી પત્નીએ મને જણાવતા હું મારી વાડીએ થી નીકળી અહીં સરકારી હોસ્પિટલ વિસાવદર ખાતે આવતા અહીં મનસુખભાઈ કાનજીભાઈ રાઠોડ હાજર હોય અને તેઓને પુછતા મનસુખભાઈએ જણાવેલ કે, હું વિસાવદરથી મંડોરીયા રોડ ઉપર આવેલ મારા સાઢુભાઈ કીશોરભાઈ બટુકભાઈ વાઘેલાની વાડીએ જતો હતો ત્યારે મંડોરીયા રોડ ઉપર દાદુબાપાના વોકળાથી આગળ જતા તમારા પુત્ર જેનીલનુ કોઈ વાહન સાથે અકસ્માત થયેલ હોય અને તમારો પુત્ર રોડની સાઈડમાં પડેલ હોય તથા તેનાથી થોડે દૂર તેનું મોટર સાઇકલ પડેલ હોય જેથી તમારો પુત્ર જેનીલ પાસે જઈ જોતા તે અર્ધ બેભાન અવસ્થામાં હોય અને તે કાંઈ બોલતો ચાલતો ન હો ય જેથી રસ્તે જતા રાહદારી માથી કોઈએ ૧૦૮ ને ફોન કરતા થોડીવારમાં ૧૦૮ આવી જતા તેમાં બેસાડી અહી વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવેલ હતા અને હું મારી મોટર સાઇકલ લઈને પ્રથમ તમારા ઘરે જાણ કર્યા બાદ અહીં વિસાવદર સરકારી હોસ્પિટલે પહોચતા ફરજ પરના ડોક્ટરે તપાસી તમારા પુત્ર જેનીલને મરણ જાહેર કરેલ હતો તેમ વાત કરેલ હતી જે થી હું ફરજ પરના ડોક્ટરને મળતા તેઓએ જણાવેલ કે તમારા પુત્ર જેનીલનુ મોટર સાઇકલનુ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા શરીરે ગંભીર ઇજાઓ થતા તમારા પુત્ર જેનીલનુ મળત્યુ થયેલ છે તેવું જણાવેલ હોય જેથી આ મારા પુત્ર જેનીલનુ મોટર સાઇકલને ટક્કર મારી અકસ્માત સર્જી તેમજ મારા પુત્ર જેનીલ ને ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મળત્યુ નીપજાવેલ હોય જેથી આ અજાણ્યા વાહન ચાલક સામે ધોરણસર કાર્યવાહી થવા પોલીસ ફરિયાદ છે. આ અંગે પોલીસે આઈપીસી કલમ-૨૭૯, ૩૦૪ A, ૩૩૭, ૩૩૮ તથા મોટર અધિનિયમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસાવદરના આશાસ્પદ યુવાન જેનીલ ગેડીયા બોર્ડની પુનઃ પરીક્ષા માટે તૈયારી કરતો હતો. તે એક સારો એવો રમતવીર હતો. સ્પોર્ટસ ક્વોટાની સીટ પર રાષ્ટ્રની સેવા માટે કાર્ય કરવાના ક્રાન્તિકારી વિચારો ધરાવતો આ નવયુવાન વિવિધ દોડની સ્પર્ધામા અનેકવિધ સિદ્ધીઓ પ્રાપ્ત કરી હતી. ખેલ મહાકુંભમાં પણ તેમણે પ્રતિનિધિત્વ કર્યુ હતું. ગિરનાર આરોહણ સ્પર્ધા ઉપરાંત જુનાગઢ પોલીસ આયોજીત નો ડ્રગ્સ મેરેથોન દોડમાં પણ સ્પર્ધક તરીકે ઉત્કળષ્ટ દેખાવ કરેલ હતો. રાષ્ટ્ર સેવા માટે આર્મીમાં જવા તૈયારી કરતા દેશદાઝથી છલકતા યુવાનનુ આકસ્મિક મળત્યુથી ભારે શોક છવાયો છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
