તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
કાલથી જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે રાધારમણ દેવનો પાટોત્સવ
પાંચ દિવસ સુધી શ્રીમદ્ સત્સંગીજીવન પંચાહ પારાયણ : શનીવારે પૂ. દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ષોડશોપચાર પૂજન મહા અભિષેક, અન્નકુટ દર્શન આશિર્વાદ સભા સહિતના આયોજનો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૦: જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે તા.૨૧ થી ૨૫ મે શ્રી રાધારમણ દેવનો ૧૯૬મો પાટોત્સવ ઉજવાનાર છે. પુ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદથી નાનાલાલજી ફ્રિજેન્દ્રપ્રસાદ મહારાજની ઉપસ્થિતીમાં આ પાટોત્સવ ધામધુમપૂર્વક ઉજવાશે.
જેમાં પૂર્વ ચેરમેન દેવનંદસ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીમદ સત્સંગી જીવન પંચાહ પારાયણનું વકતા પૂર્ણસ્વરૂપદાસજી દરરોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ કથાનું રસપાન કરાવશે.
તા.૨૧ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે પોથીયાત્રા નિકળશે. સાંજે ૬ વાગ્યે ઘનશ્યામ જન્મોત્સવ અને બુધવારે સાંજે ૬ કલાકે ગાદી પદાભિષેક ગુરૂવારે સાંજે પ કલાકે રાસ મહોત્સવ અને ૫:૩૦ કલાકે કાળવા ગુરૂકુળથી જળયાત્રા રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરો જેમાં વિવેક ચાંચલા અને સુખદેવ ધામેલીયા જમાવટ કરશે.
તા.૨૫ ને શનીવારે પાટોત્સવ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી ૬ કલાકે ષોડષોપચાર પુજન મહાભિષેક અને ૯ કલાકે શણગાર આરતી અન્નકુટ દર્શન અને પાટોત્સવની વેદોકત વિધી શાષાી રમેશભાઇ ત્રિવેદી કરાવશે. અને સવારે ૯ થી ૧૨ આશિર્વાદ સભા અને આ પ્રસંગે ગઢપુરપતિ ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના નવનિયુકત ટ્રસ્ટીઓનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવશે.
આ સમગ્ર પાટોત્સવને સફળ બનાવવા રાધારમણદેવ વહિવટી સમિતી જુનાગઢ વતી ચેરમેન સ્વામી પુરૂષોતમ પ્રકાશદાસજી (પી.પી. સ્વામી) અને મુખ્યકોઠારી પ્રેમસ્વરૂપદાસજી અને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને સંતો જહેમત ઉઠાવી રહયા છે.
તો આ પાટોત્સવ દરમ્યાન કથાશ્રવણ તેમજ દર્શનનો લાભ લેવા સોૈ હરિભકતો ધર્મપ્રેમી જનતાને પ્રફુલભાઇ કાપડીયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
