તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
મોરબીની સાયન્સ કોલેજમાં NCC ના બે કેડેટ્સ અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૦ : ભારત સરકારની આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવવા માટે વીર સપૂતો તનતોડ મહેનત કરતા હોય છે અનેક યુવાનોનું સ્વપ્ન હોય છે કે તેઓ દેશની સેનામાં જોડાઈને દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપે ત્યારે મોરબીની એમ એમ સાયન્સ કોલેજમાં NCCના બે વિદ્યાર્થીઓની અગ્નિવીર તરીકે પસંદગી થવા પામી છે જેથી બંને યુવાનો આગામી દિવસોમાં તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાશે.
મોરબી જીલ્લાના બે વિદ્યાર્થીઓ કુકડિયા પ્રદિપ ભરતભાઈ તેમજ બાર મેહુલ રમેશભાઇને અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદિપભાઈ, ટ્રસ્ટી રજનીભાઇ, દેવાંગભાઈ તેમજ આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજના આચાર્ય શ્રી માંડવીયા, શ્રી દંગી , શ્રી ગરમોરા તેમજ NCC ઓફિસર શ્રી ચૌધરી દ્વારા અગ્નિવીરમાં પસંદગી થયેલા બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
