તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
મોરબીની મચ્છી પીઠમાં જૂથ અથડામણ : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૦ : મોરબીની મચ્છી પીઠ ખાતે મોડી રાત્રીના જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં સામસામે સોડા બોટલ અને પથ્થરોના ઘા કરવામ આવ્યા હતા.ધટનાની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવીને સ્થિતિને કાબુમાં લીધી હતી. મોરબીની મચ્છી પીઠ ખાતે મોડી રાત્રીના જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં સામસામે સોડા બોટલ અને પથ્થરોના ઘા કરવામાં આવ્યા હતા.તો ધટના સામસામે ઈજાઓ પણ થઇ હોવાની માહિતી મળી છે.જૂથ અથડામણની માહિતી મળતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડીને જઈને સ્થિતિને કાબીમાં લીધી હતી તો સ્થળ પરથી સોડા બોટલ સહિતના હથિયારો પણ પોલીસે કબજે કર્યા હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે.બનાવને પગલે મચ્છી પીઠ વિસ્તારમાં પોલીસની ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.તો બનાવ કયા કારણોસર બન્યો તે જાણકારી મળી નથી તો બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ ના નોંધાય હોવાની માહિતી મળી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
