<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

મોરબી અને મકનસર ગામે જુગારના ત્રણ દરોડામાં ૪ મહિલા સહિત ૧૬ ઝડપાયા

મોરબીના રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતી ૪ મહિલાઓ સહીત સાત ઝડપાયા : મકનસર ગામે જુગારના બે દરોડા, ૯ ઝડપાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૦ : મોરબી તાલુકાના મકનસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડામાં ગોકુલનગરમાંથી આરોપી શંકરભાઇ ટીકુભાઇ દેગામા રમેશભાઇ બાબુભાઇ દેગામા, શકતીભાઇ મંગાભાઇ થરેસા, આકાશભાઇ ધર્મન્‍દ્રભાઇ પાટડીયા અને વિરમભાઇ દેવશીભાઇ સારલાને રોકડા રૂપિયા ૩૫૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

 જ્‍યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસ મકનસર ગામે બહુચર પાન પાછળથી આરોપી નટુભાઇ અમરશીભાઇ દેગામા, કલ્‍પેશભાઇ કાળુભાઇ ગુઢડીયા, મહેશભાઇ ધીરૂભાઇ દેગામા અને ગોપાલભાઇ ભુરાભાઇ વાહરેસીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૮૦૦ કબ્‍જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

 મોરબી શહેરના નવલખી રોડ પર રણછોડનગર વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત સાત જુગારીને ઝડપી લઈને પોલીસે ૧૩,૩૮૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી રોડ પર રણછોડનગરમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્‍યાં જાહેરમાં જુગાર રમતા અલીમામદ જુમા સુમરા, નુરમામદ મહમદહાસમ બુખારી, શૌકત ઈસ્‍માઈલ સાયચા, શેરબાનુંબેન રફીક પઠાણ, રેશ્‍માબેન ઉર્ફે રસીદાબેન સુદામ પઠાણ, દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઈ વાણીયા અને લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતિલાલ મારૂ એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૩,૩૮૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:34 PM IST)