તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુના ૬૬મા પ્રાગટયોત્સવની પ્રેરણારૂપ ઉજવણી
સૌરાષ્ટ્ર - ગુજરાત - પંજાબ - મધ્યપ્રદેશ સહિતના વિવિધ સ્થળોએ ૭૧ રકતદાન કેમ્પ : ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ સાથે લોકસેવા યજ્ઞ : ચાંપરડા નવ નિર્મિત ગૌશાળામાં યજ્ઞ સહિતના અનેકવિધ કાર્યક્રમો સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૦ : વિસાવદર નજીક આવેલ ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને બ્રહ્માનંદ શૈક્ષણીક સંકુલના સંસ્થાપક અને શ્રીપંચ અગ્નિ અખાડાના સભાપતી તેમજ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદજી મહારાજના ૬૬મા પ્રાગ્ટયોત્સવની સેવક સમુદાય દ્વારા સેવા દિવસ તરીકે પ્રેરણારૂપ ઉજવણી કરવામાં આવી હતી.
પૂ.મુકતાનંદબાપુએ હર હંમેશ સેવાકીય પ્રવળત્તિને મહત્વ આપ્યું છે. ઉતરાખંડમાં આવેલ વાવાઝોડામાં લોકોને મકાન બનાવી આપેલ તેમજ અનાજ કરીયાણાની કીટ રોકડ સહાય પણ પૂ. બાપુ દ્વારા કરાઈ હતી. પૂ. બાપુના જન્મોત્સવને લોકસેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત, મધ્યઙ્ઘદેશ, પંજાબ સહિતના રાજયોમાં વિવિધ જગ્યાએ ૭૧ રકતદાન કેમ્પ તેમજ ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ ૧૦ પર્યાવરણ જાગળતિ કેમ્પ તથા વિવિધ જગ્યાએ દેહદાન, ચક્ષુદાન સંકલ્પો પણ લેવા.બાપુએ પક્ષીઓ માટે ૭૦ એકર જમીન પક્ષીઓ નામે દસ્તાવેજ બનાવી પક્ષીઓ માટે અર્પણ કરેલને તેમાં બાપુ દ્વારા માત્ર પક્ષીઓ માટે રાવના જામફળ બોર ફળ ફૂલ લિબડા લીબોળી વડ ટેટા વગેરે જ કે, જે પક્ષીઓ ખાઈ શકે તેવું વાવેતર કરે ત્યારે બાદ બાજરી મકાઈના ડુંડા માટે સ્ટેન્ડ ઉભા કરી હજારો કિલો આ સ્ટેન્ડમાં નિયમિત મકાઈ ડોડો બાજરી ડુંડા રાખવામાં આવે છે જેમાં પોપટ મોર તેતર ચકલા વગેરે હજારો લાખો પક્ષી ઓ આ પક્ષી બાગમાં વસવાટ કરી રહ્યા છે પાણી ની પણ સરસ વ્યવસ્થા કરેલ છે.
૧૯૮૬થી ૨૦૧૧ દરમિયાન નેત્રયજ્ઞ કેમ્પમાં ૮૯૨૫ દર્દીઓનાં વિનામૂલ્યે મોતીયાના ઓપરેશન, ૧૯૮૯ મેવાસા તથા થુંબાળા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય, ૧૯૯૬ મેંદરડા ખાતે વળધ્ધાશ્રમની શરૂઆત, ૧૯૯૯ કંડલા વાવાઝોડામાં રાહત કાર્ય, ૧૯૯૭ પેથાપુર ખાતે વળધ્ધાશ્રમની શરૂઆત, ૨૦૦૧ કચ્છ ભૂકંપમાં રાહતકાર્ય શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરની સ્થાપના, ચાપરડા, ૨૦૦૨ શ્રી ગોપાલાનંદ વિદ્યામંદિરની સ્થાપના, આધોઈ, તા. ભચાઉ, જિ. કચ્છ, વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત, પશુદવાખાનાની સ્થાપના, ચાપરડા, ૨૦૦૪ આરોગ્ય કેન્દ્રની સ્થાપના, આધોઈ ખાતે, ૨૦૦૫ પ્રેમાનંદ વિદ્યામંદિરની સ્થાપના, જૂનાગઢ, ૨૦૦૬ ભગીની ક્ધયા સંસ્કાર કેન્દ્રની સ્થાપના, જૂનાગઢ, ૨૦૦૭ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની સ્થાપના, ચાપરડા, ૨૦૦૮ વળધ્ધાશ્રમની સ્થાપના, ગુપ્તયાગ ખાતે, ૨૦૦૯ એમ.બી.એ.,એમ.સી.એ. કોલેજની સ્થાપના, ૨૦૧૩ અંગ્રેજી માધ્યમ શાળાની સ્થાપના, આનંદધારા ગ્રામ્ય માંગલ્યની સ્થાપના, ૨૦૧૪ બી.બી.એ./બી.સી.એ., કોલેજની સ્થાપના, ૨૦૧૫ નતર્સંગ કોલેજની સ્થાપના નેપાળ ભૂકંપમાં રાહત કાર્ય તથા પૂનવર્સનની કામગીરી, ૨૦૧૬ નિવિધા સ્કૂલની સ્થાપના, સાવરકુંડલા, ૨૦૨૨ સૈનિક સ્કુલની શરૂઆત કરવામા આવી છે.
પૂ.મુક્તાનંદબાપુ માતા-પિતા વિહોણા ૨૦૦થી વધુ બાળકોને દત્તક લઈ તેમની કારકીર્દીમાં આપે છે નીખાર.
બ્રહ્માનંદ વિદ્યામંદિરની સ્થાપના કરી જે માતા-પિતા છત્રછાયા ગુમાવેલ તેવા ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને દત્તક લઈ ભરણપોષણ, અભ્યાસની જવાબદારી પણ પૂ. બાપુ નિભાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે તેમની કારકીર્દીના શિખર બાપુ પાર કરાવે છે. બ્રહ્મ ાનંદ બી.એડ કોલેજની સ્થાપના કરી તેમજ સૈનિક સ્કુલની શરૂઆત કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના કાર્ય પર બાપુ ખાસ ભાર મૂકે છે.
પૂ. મુકતાનંદજીનો વિસાવદર ખાતે બ્રહ્મ પરિવારમાં તા.૧૭-૫-૧૯૫૯ના રોજ જન્મ થયેલ બાળપણમાં વિસાવદર નજીક આવેલા સરસઈ ગામે પ્રાથમિક શિક્ષણ મેળવેલ ત્યારથી બાપુ સરસઈ ગઢમાં આવેલા નાગદેવતા મંદિરની પુજા વિધિ કરતા હતા. પૂ. મુકતાનંદબાપુએ ચાપરડા સુરેવધામ આશ્રમના મહંત પૂ. ભગવતીનંદજી બાપુના સાનિધ્યમાં રહી સેવા સમર્પણ કરી નાની વયે તેર વર્ષની ઉંમરમાં ભગવતીનંદબાપુ પાસે દિક્ષા ગ્રહણ કરી સંત અમલનો માર્ગ અપનાવ્યો.અને માનવ સેવાની ધૂણી ધખાવી હતી. દિક્ષાગ્રહણ કર્યા બાપુ ચાંપરડાથી ખૂલ્લા પગે ચાલી નર્મદા પદયાત્રા પરિક્રમા કરી ત્યારબાદ જામનગર જિલ્લાના ટપકેヘર મહાદેવ ખાતે તપ સાધના કરી તેમજ વડવાળા ગામ પાસે જંગલેヘરના સાનિધ્યમાં તેમજ ગિરનારની છત્રછાયામાં પણ તપસ્યા કરેલ આશરે પાંચ દાયકા પહેલા પુ. ભગવતીનંદબાપુ બ્રહ્મલીન થતા પૂ. મુકતાનંદબાપુની ચાપરડા સુરેવધામ આશ્રમના મહંતપદે આરૂઢ થયેલ ત્યારથી માનવસેવા એજ પ્રભુ સેવા ચરિતાર્થ કરવામાં જોડાયા છે.
વિસાવદરમા રક્તદાન કેમ્પમાં
૧૨૫ બોટલ રકત એકત્રિત
ચાપરડા સુરેવધામ આશ્રમનાં મહંત અને બ્રહ્મ ાનંદ શૈક્ષણીક સંકુલના સંસ્થાપક અને શ્રીપંચ અગ્નિઅખાડાનાં સભાપતી તેમજ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મૂકતાનંદજી મહારાજના ૬૬માં પ્રાગ્ટયોત્સવ નિમિતે વિવિધ સ્થળો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિસાવદરમાં સવારે દિપ પ્રાગટય કરી બ્લડ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ રકતદાન કેમ્પમાં અગાઉથી ૧૦૮ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પરંતુ બાપુના પ્રાગ્ટયોત્સવ નિમિતે ૧૨૫ બોટલ રકત એકત્રીત થયું હતુ.
દાદા વળધ્ધાશ્રમના વડીલોની
‘પૂ. બાપુ' કરે છે સેવા
ચાંપરડા, ગાંધીનગરનાં પેથાપુર, મેંદરડા સહિતના ગામોમાં તરછોડાયેલ વળધ્ધો માટે વળધ્ધાશ્રમ વર્ષોથી શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં વળધ્ધોને પરિવારની જેમ રાખવામા આવે છે. પૂ. બાપુ ધાર્મિક સ્થળોએ યાત્રા કરાવે છે. અન્ન, વષા, તબીબી સારવાર પણ આપવામાં આવે છે. વળધ્ધાશ્રમના વડિલો પુ. મુકતાનંદબાપુમાં સાક્ષાત ભગવાનના દર્શન કરે છે. બાપુ વડિલોની દિકરાની જેમ સેવા કરે છે. વડિલોની સંભાળ લે છે.
ચોટીલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં ૬૬ બોટલ રકત એકત્રીત : ચોટીલામાં સમસ્ત બ્રહ્મ+સમાજ તથા રાજગોર કાઠી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ લીમડી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમા ચોટીલાના અનેક નવ યુવાનો દ્વારા ૬૬ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સમસ્ત બ્રહ્મ+સમાજની વાડી ચોટીલા ખાતે કરવામાં આવ્યું હતું.
દરમિયાન વાંચન પ્રત્યે રુચિ વધારવા પૂ.મુકતાનંદબાપુના પ્રાગટયોત્સવ અંતર્ગત જૂનાગઢમાં અનેરૂ અભિયાન હાથ ધરાઈ રહ્યુ છે. બ્રહ્માનંદધામના સંત પૂ. મુક્તાનંદજીબાપુની અતુલ્ય પુસ્તક તુલા સંદર્ભે પુસ્તકોની લાયબ્રેરી બનશે. આગામી તા.૩૦ના યોજાનાર આ પુસ્તક તુલામાં સમગ્ર શહેરના લોકો જોડાશે.
હાલના સમયમાં વાંચન પ્રત્યે રૂચી ઓછી થતી જાય છે તેવી સ્થિતિમાં લોકોમાં વાંચન માટે રૂચી વધે તે માટે જૂનાગઢમાં વિશિષ્ટ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જે અંતર્ગત એક ક્રાંતિકાંરી સંતની પુસ્તક તુલા કરી તેમના જન્મદિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં એકત્ર થનાર પુસ્તકોની એક લાઇબ્રેરી બનાવાશે. જે વાંચકો માટે ખુબ જ ઉપયોગી બની રહેશે.
આગામી તા.૩૦ જે રોજ સાંજના સમયે જુનાગઢના વંથલી રોડ સ્થિત પેમાનંદ વિદ્યામંદિર ખાતે યોજાનાર અતુલ્ય પુસ્તક તુલા નામરૂપે યોજાનાર કાર્યક્રમમાં અખિલ ભારત સાધુ સમાજ અધ્યક્ષ અને ક્રાંતિકારી સંત પૂ. મુક્તાનંદજી બાપુની તેમના વજનના ભારોભાર પુસ્તકોની તુલા કરવામાં આવશે. આ બાબતે પૂ. મુક્તાનંદજી બાપુએ આયોજકોને બીરદાવી તેમના આ કાર્યને સાત્વિક ગણી પ્રકળતિના આશિર્વાદ સમાન ગણાવ્યું હતું. વાંચન વલોણુ પરિવાર અને પ્રેમાનંદ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજનાર આ કાર્યક્રમના આયોજકોએ અપિલ કરી છે કે, જે લોકો પાસે પુસ્તકો છે તેવા લોકો આ કાર્યક્રમમાં પુસ્તકો અનુદાનરૂપે આપે. આ અભિયાન અંતર્ગત આજ સુધીમાં વિશાળ સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ૧૫૦૦ જેટલા પુસ્તકોનું દાન પણ કરી ચુકય છે. ભાગ્યે જ યોજાતા એવા આ પુસ્તક તુલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના વરિષ્ઠ લેખકો પણ પોતાના પુસ્તકોનું અનુદાન કરીને પ્રત્યક્ષરૂપે જોડાશે. આ પ્રસંગે દાનરૂપે આવેલા તમામ પુસ્તકોની એક લાઇબ્રેરી બનશે. જે જૂનાગઢવાસીઓ માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. લોકોને વાંચન તરફ પ્રેરવાની આ ઝુંબેશના આગરૂપે શહેરના ૧૦૦થી વધુ સાક્ષરો સક્રિય છે. જેમાંથી ૭ લોકોની એક સમિતિ પણ બનાવાઈ છે, જે સમિતિ લોકોમાં વાંચન પ્રત્યે રૂચી વધે તે માટે કાર્યરત રહેશે.
વરિષ્ઠ લેખકો પણ પુસ્તકનું અનુદાન કરી કરી રહ્યા રહ્યા છે : વાંચન વલોણા પરિવાર અને પ્રેમાનંદ સ્કૂલના આ પ્રયાસને બહોળો પ્રતિસાદ મળી રહ્યાં છે. જેમાં અગ્રણી હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ રૂપિયા ૨૧ હજારની રકમના પુસ્તકો દાન આપવાની જાહેરાત કરી છે. હાસ્ય અને લોકકલાકાર સાંઈરામ દવે અને શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ જેવા સાહિત્ય સાથે સંકળાયેલા વરિષ્ઠો પણ આ પહેલમાં જોડાઈ રહ્યા છે. માત્ર પુસ્તકનું દાન જ નહી,પરંતુ પુસ્તક ખરીદવા રોકડ રકમરૂપે પણ દાન મળે તે માટે આયોજકોએ અપીલ કરી છે
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
