તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બમ્બર 25559 બોક્સ કેરીની આવક : 10 કિલો બોક્સનો ભાવ 600થી 1000 રૂપિયા
ગોંડલ યાર્ડમાં કેરીની સૌથી વધુ કેસર કેરીના 24045 બોક્સની આવક થઈ હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની બમ્બર આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 25559 બોક્સ કેરીની આવક થઈ હતી
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1000 રૂપિયા રહ્યો હતો.બદામ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 500 રૂપિયા બોલાયો હતો.હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 800 થી 1200 રૂપિયા બોલાયો હતો., રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 500 રૂપિયા બોલાયો હતો.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 24045 બોક્સની આવક થઈ હતી.રાજાપુરી કેરીના 472 બોક્સની આવક થઈ હતી.બદામ કેરીના 1039 બોક્સની આવક થઈ હતી.હાફુસ કેરીના 3 બોક્સની આવક થઈ હતી.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
